શહિદ ભગતસિંહનું જીવન રાષ્ટ્ર સમર્પિત

અંજારમાં જન્મજયંતી નિમિતે શહાદતને યાદ કરી અંજલિ અપાઈ

અંજાર નગરપાલિકા દ્વારા શહિદ ભગતસિંહજીની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા કચેરી ખાતે તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શરૂઆતમાં શાસક પક્ષના નેતા આશિષભાઈ ઊદવાણીએ સૌને આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. ઉદબોધન કરતા પ્રમુખ શ્રીમતી ખાંડેકાએ શાહિદ ભગતસિંહના જીવન અને રાષ્ટ્ર . પ્રત્યે સમર્પણ અંગે ચર્ચા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ હારારોપણ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા શ્રી ઉદવાણીએ અને આભારવિધિ ઉપપ્રમુખ પરેશભાઈ માલસતરે કરી હતી. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ભુજ તાલુકા ભાજપ સહપ્રભારી ડેનીભાઈ શાહ, કચ્છ જિલ્લા ભાજપ ખજાનચી સુરેશભાઈ ટાંક, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, દંડક ગીરીશભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.