સ્વામિ. મંદિર અંજારે યોજ્યો લોગો અનાવરણ કાર્યક્રમ

રવિવારે સાંજથી રાત્રી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

અંજાર સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ સભા , સંત આશીર્વાદ કાર્યક્રમ યોજાયા હતા. ભુજ મંદિરના મંહત સ્વામી ધર્મન દાસજી, ઉપમહત સ્વામી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્સદ જાદવજી ભગત, અંજાર મંદિરના મંહત સ્વામી દેવપ્રકાશ દાસજી, સ્વામી નારાયણ વલ્લભદાસજી, સ્વામી અક્ષર વલ્લભદાસજી, સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી , સ્વામી નંદ કિશોરદાસજી, સ્વામી દેવજીવનદાસજી સ્વામી, હરિકૃષ્ણદાસજી સ્વામી , આનંદ વલ્લભદાસજી, આદિ સંતો, મંડળો, તથા વહીવટી કોઠારી શામજીભાઈ ધનજી હિરાણી, આદિ કાર્યવાહક કમિટીના સદસ્યો તેમજ મહિલા મંડળ સાખ્ય યોગી ત્રિવેણીબાઈ, ગુરુ સાખ્ય યોગી શાંતાબાઇ ,તેમજ શિષ્યમંડળ , સાખ્ય યોગી બહેનો તથા કચ્છ નરનારાયણ દેવ યુવક તથા યુવતી મંડળો, તેમજ હરિભક્તોના ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ આશીર્વાદ વચન આપ્યા હતા આ પ્રસંગે ભુજ પ્રસાદી મંદિર, માંડવી, રાપર ,તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાંથી સંતો હાજર રહ્યા હતા. લોગો અનાવરણ વિધેયના યજમાન અંજાર મહિલા મંદિરના મહંત સાથે સાખ્ય યોગી ત્રિવેણીબાઈ ગુરુ સાન્તાબાઇએ અણમોલ અવસર લોગોનું અનાવરણ કર્યું હતું. અનાવરણ કાર્યક્રમમાં હરિભક્તો સાથે વિવિધ સમાજના આગેવાનો વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા હતા. અંજારમાં તારીખ 19/ 3 /2027થી તારીખ 23/ 3 /2027 સુધી પાંચ દિવસ દિવ્ય કથા તેમજ રંગોત્સવનું આયોજન નક્કી કરાયું છે. આ ઉત્સવમાં સર્વે હરિભક્તોને સામેલ થવા સભાપતિ હરિકૃષ્ણ સ્વામીએ કહ્યું હતું