બાર દર્દીની કરાઈ શસ્ત્રક્રિયા
કચ્છમાં સ્થાનિક ક્ષેત્રે આરોગ્ય સેવાઓ પૂરી પાડતી જાણીતી સેવાભાવી સંસ્થા ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા પાનબાઈ કારુભાઈ પાલન હોસ્પિટલ ખાતે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર દરમિયાન બે દિવસીય જનરલ સર્જરી કેમ્પ યોજાયો હતો. આ શિબિરમાં ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો
.કેમ્પ દરમિયાન જનરલ સર્જન ડો. ગૌરવ માકડે દ્વારા એપેન્ડિક્સ, સારણગાંઠ (હર્નિયા), વધરાવળ અને હરસ-મસા જેવી તકલીફો ધરાવતા ૩૦ દર્દીની તપાસ કરી હતી. આ તપાસ બાદ ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા ૧૨ દર્દીઓને સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયેલા આ ૧૨ દર્દીઓ પર જનરલ સર્જન ડો. મનીષ મોરી અને ડો. ગૌરવ માકડે ઓપરેશન કરવામાં આવ્યા હતા. શસ્ત્રક્રિયાઓ દરમિયાન એનેસ્થેટીસ્ટ તરીકે ડો. પ્રકાશ ગાંગાણીએ સેવાઓ આપી હતી.આ સમગ્ર શિબિરનું આયોજન ભોજાય ગામના વતની ગાંગજીભાઈ લખમશી લધધર દેઢીયાની સ્મૃતિમાં તેમના પત્ની સુંદરબેન ગાંગજી દેઢીયા તરફથી પ્રયોજિત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટની વ્યવસ્થાપક સમિતિએ દાતા પરિવાર અને તબીબોની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

