કોડ ફ્રીઝ મુદ્દે ચાલતા આંદોલનમાં હવે સોમવારથી ભૂખ હડતાળ

મોટી ભુજપુર અને ઝરપરા સહિત મુન્દ્રા આસપાસના ગામોમાં જનસભા યોજાશે

એમ્પટી કન્ટેઇનર યાર્ડ એસોસિએશન દ્વારા અદાણી કંપની સામે વિરોધ સાથે શરૂ કરાયેલી લડત ઉગ્ર કરાઈ છે. એક તરફ અદાણી પાવર સામે કામદારો વિરોધમાં ઉતર્યા છે, ત્યા બીજી તરફ કોડ ફ્રીઝ કરવા મુદ્દે એસોશિયેશન દ્વારા છેલ્લા ૨૧ દિવસથી આંદોલન છતાં કોઈ ઉકેલ ન આવતા હવે ભૂખ હડતાળ પર બેસવાની તૈયારી કરાઈ છે. સોમવાર તા. 21થી છાવણી ખાતે ભુખ હળતાલ શરૂ થશે આ મુદ્દે લોકસમર્થન મેળવવા માટે વિવિધ ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમો અને જનસભાઓનું આયોજન કરવા માટે વિધિવત ઘોષણા કરાઈ છે.આ આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે આજુબાજુના ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં ભુજપુર અને ઝરપરા ખાતે ખાસ સભાનુ આયોજન કરી લોકોને સમગ્ર મુદ્દાની વિગતો આપી જોડવા માટે જાગૃત કરાશે તેવું લડતકર્તાઓએ જણાવ્યું છે.
સ્થાનિકો અને ગ્રામજનોનો. એવો આક્ષેપ છે કે જમીન,પર્યાવરણ અને નેચરનો નાશ થઈ રહ્યો છે.”લોકોની જમીન,લોકોના હક, જેવા સવાલો સાથે સ્થાનિકોને પોતાની જમીન,પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા માટે એકજૂથ થવા આ કાર્યકર્મો દ્વારા આહવાન કરાશે. તેવું જણાવાયું છે. એક તરફ કંપની પોર્ટની અંદર જ કન્ટેનર યાર્ડ બનાવવા માટે મક્કમ છે. બીજી તરફ પાંચ હજાર લોકોની રોજગારી અને અનેક ખેડુતોની કિંમતી જમીન અને ધંધો બંધ થઇ જવાની ફરિયાદ સાથે લડતને અંત સુધી લઇ જવાની તૈયારી બતાવવામાં આવી છે.
દિવસોથી ચાલી રહેલા આ મામલામાં હવે જોવાનું એ રહેશે કે ભૂખ હડતાળની તૈયારી બાદ કંપની અને પ્રશાસન કોઈ સકારાત્મક ઉકેલ લાવે છે કે પછી આ લડત વધુ ઉગ્ર રૂપ ધારણ કરશે. આ વિરોધની ખાસ મહત્વની વાત એ છે કે રાજકારણને બાજુમાં રાખી કોગ્રેસ અને ભાજપના અગ્રણીઓ ખુલ્લીને સામે આવ્યા છે. આ મામલે મુખ્યમંત્રી સુધી રજુઆત પછી પણ કોઇ પરિણામ હજુ આવ્યુ નથી.