નવરાત્રિ અને દિવાળી વેકેશન માટે રેલવેનું આયોજન
વેસ્ટર્ન રેલ્વે દ્વારા નવરાત્રી તથા દિવાળી વેકેશન માટે મુંબઈ અને બહુ વચ્ચે દોડનારી સ્પેશ્યલ ટ્રેનો જાહેર કરી છે.
બાંદ્રા ટર્મિનસ થી ભુજ ટ્રેન નં. ૦૯૦૩૭ દર ગુરુવાર તથા શનિવાર બપોર નાં ૨.૪૦ બાંદ્રા ટર્મિનસથી ઉપડી બીજા દિવસે સવાર નાં ૫.૫૦ વાગે ભુજ પહોંચશે. તા. ૧, ૩, ૮, ૧૦, ૧૫, ૧૭, ૨૨, ૨૪ ૨૯ ૩૧ ઓકટોબર ૨૦૨૬ તા. ૫, ૭, ૧૨, ૧૪, ૧૯, ૨૧, ૨૬, ૨૮ નવેમ્બર ૨૦૨૬ ના આ ટ્રેન ચાલશે.
જ્યારે ભુજ થી બાંદ્રા ટર્મિનસ માટે ટ્રેન નં. ૦૯૦૩૮ દર શુક્રવાર તથા રવિવારના ભુજથી સાંજ નાં ૫.૪૦ વાગે ઉપડી બીજા દિવસે સવાર નાં ૮.૩૦ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તા. ૨, ૪, ૯, ૧૧, ૧૬, ૧૮, ૨૩, ૨૫, ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ તા. ૨, ૬, ૯, ૧૩, ૧૬, ૨૦, ૨૩, ૨૭, ૨૯ નવેમ્બર ૨૦૨૬ના આ ટ્રેન ચાલશે.
બાંદ્રા ટર્મિનસ થી ભુજ માટે ટ્રેન નં. ૦૯૦૦૯ દર રવિવાર સાંજ નાં ૭.૨૫ બાંદ્રા ટર્મિનસથી ઉપડી બીજા દિવસે સવાર નાં ૯.૫૦ વાગે ભુજ પહોંચશે. તા. ૪, ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ તા. ૧, ૮, ૧૫, ૨૨, ૨૯ નવેમ્બર ૨૦૨૬ આ માટે નક્કી કરાઈ છે.
ભુજ થી બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં. ૦૯૦૧૦ દર સોમવારના ભુજથી બપોર નાં ૨.૦૦ વાગે ઉપડી બીજા દિવસે સવાર નાં ૫.૧૦ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તા. ૫, ૧૨, ૧૯, ૨૬ ઓક્ટોબર ૨૦૨૬. તા. ૨, ૯, ૧૬, ૨૩, ૩૦ નવેમ્બર ૨૦૨૬ આ માટે જાહેર કરાઈ છે.
બાંદ્રા ટર્મિનસ થી ભુજ માટે ટ્રેન નં. ૦૯૦૧૧ દર મંગળવારનાં બાંદ્રા ટર્મિનસ થી રાત્રે નાં ૧૧.૫૫ વાગે ઉપડી બીજા દિવસે ભુજ ૨.૨૦ વાગે પહોંચશે. તા . ૬, ૧૩, ૨૦, ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ તા. ૩, ૧૦, ૧૭, ૨૪ નવેમ્બર ૨૦૨૬ આ માટે જાહેર કરાઈ છે.
ભુજથી બાંદ્રા ટર્મિનસ માટે
ટ્રેન નં. ૦૯૦૧૨ ભુજ થી સાંજ ના ૫.૪૦ વાગે ઉપડી બીજા દિવસે સવાર નાં ૮.૪૫ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તા. ૭, ૪, ૨૧, ૨૮ ઓક્ટોબર ૨૦૨૬, તા. ૪, ૧૧, ૧૮, ૨૫ નવેમ્બર ૨૦૨૬ નક્કી કરે છે. આ ટ્રેનો માટે પ્રાઇમ ફેર રહેશે. આ ટ્રેનો નું બુકિંગ સંભવિત આવતીકાલે તા. 20 રવિવારથી શરૂ થશે. તેમ નિલેશ શ્યામ શાહે કચ્છ પ્રવાસી સંધ વતી જણાવ્યું હતું.

