રાપર તાલુકામાં મોદીના જન્મદિને સેવાકીય પ્રવૃતીઓ શરૂ.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૭૬મા જન્મ દિવસ નિમિત્તે રાપર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ રાપર શહેર અને તાલુકા મા કરવામાં આવી હતી. જેમાં વહિવટી તંત્ર સહભાગી બન્યું હતું . રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યુવા ભાજપ મોરચા દ્વારા યોજાયો હતો. સલારી ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના વન મહોત્સવમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સલારી બસ સ્ટેન્ડ તથા મેટાસરી મહાદેવ મંદિર ના ગેટનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાંદિપની વિધા મંદિર ખાતે વિધાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો રાપર પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારો અને ગોળનું નિરણ કરવા મા આવ્યું હતું.