મંજલની સીમમાં લૂંટ સાથે ”વધ”

બે અજાણ્યા તસ્કરનું કૃત્ય, તપાસ શરૂ

નખત્રાણા તાલુકાના મંજલ ગામના સીમાડામાં વાડીમાં સાપરાધ માનવ વધ સાથે લૂંટનો ગુનો દાખલ થયો હતો. કેબલ ચોરી કરવા આવેલા મનાતા બે અજાણ્યા ઇસમો સામે મૂળ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગુગડીયા ગામના ખેતમજૂર કિરણ દિનેશ નાયક (35)ના મૃત્યુના કિસ્સામાં આ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે કહ્યું હતું. ખેડૂત પરેશ ચંદુલાલ માવાણીની વાડીમાં સુતેલા કિરણને બોથળ હથિયારનો ઘા મારી ઈજા પહોંચાડતા બનાવ બન્યો હતો. અજાણ્યા બન્ને આરોપીનાસી ગયા હતા. પી.આઈ. એ.એમ. પટેલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.