ભુજના ધરાશાસ્ત્રીને હાઇકોર્ટમાં આગોતરા

એન.આર.આઈ. મહિલાના મકાનના કેસમાં મળી રાહત

ભુજમાં રહેતા બિનનિવાસી ભારતીય મહિલાનું મકાન તેમની જાણ બહાર બારોબાર વેંચી નાખવાના ચકચારી કેસમાં રાજ્યની વડી અદાલત દ્વારા મૂળ બીદડાના વતની અને ભુજ ખાતે પ્રેક્ટિસ કરતા ધારાશાસ્ત્રી પુપુલ શિવજીભાઈ સંઘારને આગોતરા જામીન આપતો આદેશ કર્યો હતો. આ પ્રકરણમાં એડવોકેટ પુપુલ સંઘાર અને તેમના પિતા સહિતના પરિવારજનો અને અન્યો સામે એન.આર.આઈ. મહિલા દ્વારા ફોજદારી ફરિયાદ દાખલ કરાવાઈ હતી.
કેસમાં સ્થાનિકે જિલ્લા કોર્ટ દ્વારા વકીલ આરોપી સંઘારના આગોતારાની માગણી નામંજૂર કરાઈ હતી. આ પછી રાજ્યની હાઇકોર્ટ સમક્ષ આ માટે અરજી કરાઈ હતી. ન્યાયાધીશ સંજીવ જે. ઠક્કર સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. બન્ને પક્ષને સાંભળી, જરૂરી આધાર પુરાવા તપાસી આગોતરાની અરજી મંજુર કરતો હુકમ કરાયો હતો. આ સુનાવણીમાં ધારાશાસ્ત્રી તરફથી વકીલ તરીકે શિવાંગ એ. ઠક્કર હાજર રહ્યા હતા.