કચ્છ એક્સપ્રેસ દાદરથી ચલાવવા માંગ

ઉચ્ચ કક્ષાએ પ્રવાસી સંઘ દ્વારા રજુઆત

કચ્છ અને મુંબઈને જોડતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનને દાદરથી ચલાવવા ફરી એકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છે.
કચ્છ પ્રવાસી સંધ દ્વારા ૨૦૧૫માં કચ્છ એકસપ્રેસ તથા સયાજી નગરી એકસપ્રેસને બાંદ્રા ટર્મિનસનાં બદલે દાદરથી શરુ કરવાં માટે વેસ્ટર્ન રેલવેનાં તત્કાલીન જનરલ મેનેજરને રજુઆત કરાઈ હતી. આ પ્રયાસ બાદ આ બન્ને ટ્રેનને દાદર થી ઉપાડવાની મંજુરી મળી હતી. ૨૦૧૭માં સયાજી નગરી એકસપ્રેસ શરુ પણ થઈ હતી , પરંતુ ટેક્નિકલ કારણસર કચ્છ એક્સપ્રેસને મંજુરી મળી ન હતી
સંસ્થાએ રેલ તંત્રને વારંવાર રજૂઆત કરી હતી. જેનાં અનુસંધામાં જવાબ મળેલો કે દાદર ટર્મિનસમાં પ્લેટફોર્મ નં. ૮નું નિર્માણ થયા બાદ કચ્છ એકસપ્રેસ દાદર ટર્મિનસથી શરુ કરી શકાય. હાલમાં દાદર ટર્મિનસ પ્લેટફોર્મ નં. ૮ નું નિર્માણ કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે. સંસ્થા વતી મુંબઈ સેન્ટ્રલ ખાતે બિપીનભાઇ અમરચંદ ગાલા (નવનીત), શરદ બચુભાઇ રાંભીયા , લક્ષ્મીચંદભાઇ વોરા, નિલેશ શ્યામ શાહએ ડી.આર.એમ. પંકજ સિંહ તથા આદીસ પઠાણીયાને મળી કચ્છ એક્સપ્રેસ દાદરથી શરૂ કરવાં આવેદનપત્ર આપ્યું હતું.