રાજ્યમાં ૧૦મા ક્રમે કૃણાલ ડાઘા (શાહ) પાસ થયા હતા
માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના પૂર્વ વિદ્યાર્થી કૃણાલ તિલકભાઈ ડાઘા (શાહ) જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને અંજારની આઈ.ટી.આઈ. કોલેજમાં વર્ગ-૨ ના પ્રિન્સિપાલ બન્યા છે. જી.પી.એસ.સી.ની પરીક્ષા ૮૨ ટકા માર્કસ સાથે પાસ કરી તેઓ ગુજરાત રાજ્યમાં ૧૦મા ક્રમે રહ્યા હતા. તેવું કૃણાલના ગુરુ અને જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણિલાલ શાહ અને વર્તમાન આચાર્ય પુનિતભાઈ વાસાણીએ જણાવ્યું હતું. સામાન્ય પરિવારમાંથી આવતા કુણાલ ડાઘા આ સિદ્ધીનો યશ પિતા તિલકભાઈ ડાઘા (શાહ), માતા લતાબેન અને ગુરુને આપે છે, તેઓ જણાવે છે કે, મક્કમ નિર્ધાર, અથાગ પરિશ્રમ અને મનમાં અતૂટ શ્રદ્ધા હોય તો ગમે તેવા મોટા શિખરો સર કરી શકાય છે. હાલમાં કૃણાલ ડાઘા માંડવીની આઈ.ટી.આઈ. કોલેજમાં ઓક્ટોબર-૨૦૨૧ થી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ચર તરીકે ફરજ બજાવી રહ્યા હતાં.
કૃણાલ ભારતીય જૈન સંઘ, સમસ્ત મહાજન કચ્છી દશા ઓસવાળ જૈન સમાજના ટ્રસ્ટી અને જૈન એલર્ટ ગ્રુપ જેવી સંસ્થામાં જોડાયેલા છે.

