શપથ ગ્રહણ સમારંભ નિમિતે અપાઈ ખાત્રી
મુન્દ્રા: રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા નવા રોટરી વર્ષની ટીમનો શપથ સમારોહ યોજાયો હતો.
ક્લબના નવા પ્રમુખ તરીકે રાકેશ મહેશ્વરી અને નવા સેક્રેટરી તરીકે નરેન્દ્રસિંહ (લાલુભા) પરમારએ પદભાર સંભાળ્યો હતો. માજી પ્રમુખ શૈલેશ માલીએ પોતાના કાર્યકાળની જવાબદારી નવી ટીમને સોંપી હતી.
ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિક્રમ ઠક્કર, ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે મુન્દ્રા-બારોઈ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી તથા વિશિષ્ટ અતિથિ તરીકે ઇમરાન જાટ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને રોટરીના સેવાકીય કાર્યોને વધુ વેગ આપવા તથા સમાજના વિવિધ વર્ગો સુધી સેવા પહોંચાડવા માટે નવી ટીમ દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
શૈલેશ માલીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિવિધ સેવાકીય કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી
આ પ્રસંગે મુન્દ્રા તથા આસપાસની વિવિધ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, રોટરી સભ્યો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવી ટીમના નેતૃત્વ હેઠળ રોટરી ક્લબ ઓફ મુન્દ્રા આગામી વર્ષ દરમિયાન સમાજસેવા, આરોગ્ય, શિક્ષણ અને જનહિતના વિવિધ ક્ષેત્રોમાં વધુ અસરકારક સેવાકીય પ્રકલ્પો હાથ ધરશે તેવી ઘોષણા કરાઈ હતી.

