કનોજ મેજર બ્રિજની કામગીરી પૂરજોશમાં
લખપત-કોટેશ્વર રોડ પર આવેલા યાત્રાધામ નારાયણ સરોવરને જોડતો કનોજ મેજર બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય અને નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજના નવનિર્માણ માટે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી. જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી નકશા અને અંદાજો તૈયાર કરીને…

