વિવિધ ઉપયોગી કાર્યો માટે દાતાઓ વરસ્યા
માંડવીમાં છેલ્લા આરોગ્યક્ષેત્રે કાર્યરત સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસઅને ડાયાલિસિસ સેન્ટર – માંડવીમાં તાજેતરમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં જુદા-જુદા ૩ દાતાઓ તરફથી ૫૭ લાખના દાનની જાહેરાત થઈ હટી. સંસ્થાના ચેરમેન કિરણકુમાર વાડીલાલ સંઘવી અને ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભુજપુર (મુન્દ્રા)ના હાલમાં મુંબઈ નિવાસી બીજલબેન રાજેશભાઈ વોરા (હસ્તે. રાધિકાબેન ઠાકરશીભાઈ શેઠીયા)એ ૪૫ દિવસની મૌન સાધના નિમિત્તે મોડ્યુલર ઓપરેશન થિયેટર માટે રુપિયા ૩૫ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. તો મધુબેન વિજયભાઈ છેડા (બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન) તરફથી ગોચરી રૂમ માટે ૧૧ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી જ્યારે હોસ્પિટલના વિકાસ માટે મહાવીર ડેવલોપર્સવાળા જીગ્નેશભાઈ દોશીએ રુપિયા ૧૧ લાખનું દાન આપવાની જાહેરાત કરી હટી. સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી ત
વી. કે. સોલંકી, ટ્રસ્ટી નરોતમભાઈ ધોળું તથા ટ્રસ્ટી મંડળે આભાર માન્યો હતો.

