રાજ્ય બારમાં કચ્છને મળ્યું પ્રતિનિધિત્વ

ભુજના ધારાશાસ્ત્રી મગનભાઈ ગઢવીની પસંદગી, શિસ્ત સમિતિમાં અપાયું સ્થાન દેશની સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકા અન્વયે રાજ્યની વડી અદાલતની મંજૂરી બાદ રાજ્યના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકોના વધારા માટે લેવાયેલો નિર્ણય ધારણા મુજબ કચ્છને ફળ્યો છે. આજે સત્તાવાર રીતે કરાયેલી ઘોષણા મુજબ કચ્છ ભુજના યુવા ધારાશાસ્ત્રી મગનભાઈ રાજીયાભાઈ ગઢવીને રાજ્ય બારના સદસ્ય તરીકે વિધિવત રીતે…

Read Full News

સાડાઉમાં 33.65 લાખની સરકારી જમીનનું દબાણ દૂર

મામલતદારની કાર્યવાહી બાદ સ્વેચ્છાએ દબાણ હટાવાતા કબજો તંત્રએ સંભાળ્યો મુંદરા તાલુકાના સાડાઉ ગામે સરકારી જમીન પર થયેલા વ્યવસાયી દબાણ સામે મહેસૂલ તંત્ર દ્વારા કાર્યવાહી  કરવામાં આવી હતી. સાડાઉની સર્વે નં. 271ની 2500 ચો.મી. સરકારી જમીન પરના વાણિજ્ય હેતુના દબાણને દૂર કરવા મામલતદાર કચેરી, મુંદરા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સંબંધિત પક્ષકારોને તેમની રજૂઆત કરવાની…

Read Full News

વડાપ્રધાનના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ

તા.૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ૧.૪૬ લાખ કિશોરીઓમાંથી બાકી રહેલ કિશોરીઓને HPV રસી આપવાનો નિર્ધાર : વાલીઓને મેગા ડ્રાઇવનો લાભ લેવા આરોગ્ય મંત્રીશ્રીનો અનુરોધ દરેક ઘરની દીકરી એ ફક્ત એક પરિવારનું નહીં, પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય હોય છે. આ દીકરી નિરોગી રહે અને સુરક્ષિત રહે એ આપણી સૌની સામાજિક અને નૈતિક જવાબદારી છે. મહિલાઓમાં જોવા મળતા…

Read Full News

ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેન્શન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરાશે

27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું ગાંધીનગર ખાતે આયોજન ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેશન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’માં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું. વાહનમાં મુસાફરી કરતાં મુસાફરોની આંતરિક સુરક્ષા માટે AIRBAG, ABS અને EBD જેવી સિસ્ટમ્સ અનિવાર્ય બનાવવામાં આવી છે….

Read Full News

હમીરસરમાં માછીમારી માટે નખાયેલી જાળ પકડાઈ

તંત્રએ હરકતમાં આવી ફસાયેલી માછલીઓ મુક્ત કરવી સારા વરસાદના પગલે નવા નીરની આવક થવા વચ્ચે ભુજના હદયસમાં હમીરસર તળાવમાં માછીમારી માટે જાળ નાખવામાં આવતા અનેક માછલીઓ ફસાઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જેને લઈને જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. હમીરસર તળાવમાં માછીમારીના ઇરાદે નખાયેલી જાળમાં માછલીઓ હોવાની જાણ થતાં જાગૃત નાગરિકોએ ભુજ ફાયરબ્રિગેડને જાણ કરી હતી….

Read Full News

ભુજ પોલીટેકનીકના છાત્રો સમસ્યાઓથી ત્રસ્ત

આવેદનપત્ર અપાયું, જરૂર પડ્યે ઉગ્ર લડતની ચીમકી સરકારી પોલિટેકનિક કોલેજ ભુજ ખાતે વિદ્યાર્થીઓને સહન કરવી પડતી વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોલેજ કેમ્પસમાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. શૌચાલયમાં પણ પાણી ન આવવાને કારણે વિદ્યાર્થીઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, ક્લાસરૂમમા પંખા અને લાઈટો…

Read Full News

એક જ છત નીચે વિવિધ યોજનાના લાભનો કેમ્પ શરૂ

કાયમી સેવા આપવાની આયોજક સંસ્થાની ઘોષણા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે ‘વિકસિત ભારત જન સેવાલય’ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના મેગા કેમ્પનો ભુજમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક જ છત નીચે વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટેના આ કેમ્પની શરૂઆત સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ…

Read Full News

અંજારમાં દિવડાઓએ સર્જ્યો દિવાળી જેવો માહોલ

સંતો, અગ્રણીઓ અને નગરજનો સહિતનો સમૂહ જોડાયો અંજાર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સેવા સંકલ્પ અભિયાન – ૨૦૨૬ તળે આયોજીત “આશીર્વાદનો દીવડો” કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર, અંજાર ખાતે યોજાયો હતો. સ્વામિનારાયણ મંદિરના સંતો હરિકૃષ્ણસ્વામી, આનંદવલ્લભ સ્વામી, ભક્તિપ્રસાદ સ્વામી, રામસખી મંદિરના મહંત કિર્તીદાસજી મહારાજનું વિશેષ સન્માન કરાયું હતું. આ પછી દીપ પ્રાગટ્ય મહોત્સવ શરૂ થયો હતો….

Read Full News

જિલ્લામાં “અંગદાન મહાદાન” અને “રક્તદાન”નો સંદેશ ગુંજ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ આરોગ્યલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે “અંગદાન મહાદાન” અને “રક્તદાન મહાદાન”ના સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ અંગદાન અને રક્તદાન અંગે શપથવિધિ યોજવામાં આવી હતી. અંગદાનના મહત્વ અંગે લોકોને પ્રાથમિક સમજ આપવામાં આવી હતી….

Read Full News

ભુજ નવી ઉમેદનગરએ વહોર્યો ‘નરકાગારનો ત્રાસ

પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી આવતા આક્રોશ ભુજના વોર્ડ નંબર ૬ માં આવેલી નવી ઉમેદનગર કોલોની વિસ્તારના રહેવાસીઓ દૂષિત પાણીનો અસહ્ય ત્રાસ ભોગવી રહ્યા હોય તેવી નરકાગાર સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. આ અંગેની વિગતો મુજબ વોર્ડ નંબર ૬ માં સમાવિષ્ટ નવી ઉમેદનગર કોલોનીમાં લાંબા સમયથી પીવાના પાણીને બદલે ગટરનું પાણી સપ્લાય થઈ રહ્યું…

Read Full News