લખપત તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ધરણા

તાલુકા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સાથે તંત્રને રજૂઆત

વરસાદ ખેંચાતા લખપત તાલુકામાં પશુઓની હાલત ખરાબ બની છે. તાલુકા કોંગ્રેસ દ્રારા મામલતદાર કચેરી ખાતે ધરણાં યોજી મામલતદારને આવેદનપત્ર આપી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માગણી કરાઇ હતી.તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હુસેન રાયમાએ સૌને આવકારી તાલુકાની વર્તમાન સ્થિતિ વર્ણવી હતી. આ પ્રસંગે કરછ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે કરછ જિલ્લામાં વરસાદ ખેંચાતા પશુપાલન વ્યવસાય પર માઠી અસર થઇ છે. બેખડા ગામના માલધારીઓને તાત્કાલિક પાણી પહોંચાડવા તેમણે મામલતદારને તાકીદ કરી હતી તાલુકા ને સતાવતી ૧૦ જેટલી માંગણી કરવામાં આવી હતી રાહતદરે ઘાસચારો કેટલ કેમ્પ પાણી પુરવઠા અધિકારીઓને આ સમયમાં સતર્ક રહેવાની સુચના આપવામાં આવે વગરે રજૂઆત કરાઈ હતી.
જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશ આહીર, નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય અશ્વિન રૂપારેલ, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા, તાલુકા પ્રભારી પી. સી ગઢવી, તાલુકા પ્રમુખ ઇબ્રાહિમભાઈ કુંભાર, જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મામદભાઈ જત, જીલ્લા કોંગ્રેસ મંત્રી એડવોકેટ રમેશ બલીયા, તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ કાસમભાઈ કુંભાર, લખપત તાલુકા માલધારી સંગઠનના પ્રમુખ જકરીયા જત, લખપત તાલુકા પંચાયતના સદસ્ય એન.આર.ગઢવી સહીતના આગેવાનો એ ઉદબોધન કર્યું હતું.