શાસ્ત્ર સાથે રાષ્ટ્ર અને તેના પર્વ પણ એટલા જ આવશ્યક અને સૌની ફરજ હોવાની શીખ આપતા ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશદાસજી આદી વરિષ્ઠ સંતોના આશિર્વાદ અને માર્ગદર્શન સાથે રાષ્ટ્રીય મહાપર્વ નિમિત્તે મંદિર ના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સ્વામી વિશ્વપ્રકાશ દાસજી, સ્વામી હરિબળદાસજી, . કે.પી સ્વામી, સર્જુદાસસ્વામી કોઠારી સ્વામી નારાયણમુની દાસજી, કોઠારી સ્વામી દેવવિહારી દાસજી, સ્વામી દર્શનપ્રકાશદાસજી, આદી સંતો, પાર્ષદ ખીમજી ભગત, દિનેશ ભગત, ટ્રસ્ટીઓ, નરનારાયણ દેવ યુવક, મંડળ, હરિભક્તો અને શહેર ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો હરિભક્તોએ લહેરાવ્યો ત્રિરંગો

