દેશ માટે બાજપાઈજીનું યોગદાન ‘અટલ’

અંજારમાં પુણ્યતિથિએ વંદના કરાઈ

અંજાર : અહીંની નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવ નજીક ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈની પ્રતિમા સમક્ષ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પવા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રીકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રી ત્રિકમભાઈએ વક્તવ્ય આપતા દેશની સેવામાં પોતાનું જીવન અર્પણ કરનાર આ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા નેતાએ દેશ માટે નોંધપાત્ર સેવાઓ આપેલી છે. સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ જળવાઈ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમ કહ્યું હતું.
ઉપસ્થિતોએ અટલજીની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સંચાલન નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન પ્રકાશભાઈ લોદરીયાએ અને આભારવિધિ શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણીએ કરી હતી.
શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઇ વ્યાસ, કચ્છ જિલ્લા ભાજપ ખજાનચી સુરેશભાઈ ટાંક, રાપર તાલુકાના સહપ્રભારી વસંતભાઈ કોડરાણી, ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, શાસકપક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા “ડાડા”, દંડક ગીરીશભાઈ પરમાર,
જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અકીબભાઈ બાયડ, શહેર ભાજપ મહીલા મોરચા પ્રમુખ ઈલાબેન ચાવડા, શહેર યુવા ભાજપ પ્રમુખ આકાશ કોડરાણી, ચીફ ઓફિસર તુષાર ઝાલરીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.