પર્યાવરણ-ઔષધીય વનસ્પતિનું સંવર્ધન દરેક જણની ફરજ

અંજારમાં બ્રહ્મસમજ મહિલા મંડળે કર્યું રોપા વિતરણ

કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ (પૂર્વ) તથા અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ઔષધી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ જડેશ્વર મહાદેવ મંદિર, અંજાર ખાતે યોજાયો હતો . મહિલા મંડળના પ્રમુખ રચનાબેન જોશી તથા તેમની કારોબારીએ આયોજન વ્યવસ્થા સાંભળ્યા હતા.
કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ હિરેનભાઈ ખાંડેકા તેમજ કારોબારી સભ્યો રોહિતભાઈ ખાંડેકા, ભુપેન્દ્રભાઈ રાવલ, મહેશભાઈ ભટ્ટ,દિપકભાઈ મઢવી,તેજસભાઈ હર્ષ, મહેન્દ્રભાઈ પંડ્યા, હિતેશભાઈ જોશી, રમેશભાઈ બાલાસરા સહિતના આગેવાનો જોડાયા હતા.
શહેર તથા આસપાસના વિસ્તારના લોકોએ પણ ઔષધી રોપા વિતરણનો લાભ લીધો હતો. અંદાજે 1100 ઔષધી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ સંરક્ષણ, ઔષધીય વનસ્પતિના સંવર્ધન અને સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી મહિલા મંડળ દ્વારા દર વર્ષે આ પ્રકારના સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેવું જણાવી મહિલા મંડળની બહેનોએ આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજ અને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
મહિલા મંડળના પ્રમુખ. રચનાબેન જોષી , કાજલબેન સુરાણી, દિશાબેન આચાર્ય,પ્રીતિબેન સુંબડ
તૃપ્તિબેન જાની ,જશવંતીબેન પંડ્યા,મનીષાબેન ત્રિવેદી,દક્ષાબેન આચાર્ય , હંસાબેન ગામોટ,લીલાબેન ભટ્ટ
દર્શનાબેન જોશી,હંસાબેન જોશી
રિંકુબેન જોશી,વર્ષાબેન ભટ્ટ
મનીષાબેન બાપટ , ભારતીબેન ગામોટ ,સરલાબેન પંડ્યા
ચંદ્રિકાબેન આચાર્ય,મનીષાબેન ભટ્ટ, પૂનમ દેવધર ,દિવ્યા દેવધર.
રૂચિ ઉપાધ્યાય ,મંજુલાબેન, સંદિપાબેન, જયશ્રીબેન પટેલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.