ગાંધીધામના વ્યવસાયી વ્યક્તિને બંધક બનાવી, દુબઈસ્થિત તેના ભાઈ પાસેથી ૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પોલીસની તપાસ આગળ વધી રહી છે. આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીની સંડોવણી ખૂલીછે. પોલીસે આ ત્રણેયને દબોચી લીધા છે. અલગ અલગ વોલેટથી ઓનલાઈન દુબઈ કિંગ નામના માણસને USDT ટ્રાન્સફર કરી આંગડિયા મારફતે ભારતીય ચલણમાં ૨૮.૯૮ લાખ મેળવવા બદલ આ ત્રણ યુવકની ધડપકડ કરવામાં આવી છે.
પોલીસે આપેલી માહિતિ મુજબ વિનીત લક્ષ્મણભાઈ જાદવાણી (સિંધી) ( આદિપુર મૂળ શીલજ, અમદાવાદ), અનમોલ આનંદ નંદા (ભાનુશાળી આદિપુર) અને વિશાલ ધનરાજ ગોસ્વામી (પ્રમુખસ્વામીનગર, ભુજ)ને પકડવામાં આવ્યા છે. તેમની પાસેથી ૨૮.૯૮ લાખની રોકડ કબજે કરવામાં આવી છે.
ગાંધીધામના ચકચારી ખંડણી કેસમાં 29 લાખની રોકડ સાથે વધુ ત્રણ ઝડપાયા

