જુમારામાં ૨૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવતી નરા પોલીસ અને મામલતદારની કામગીરી
પોલીસ દ્વારા સરકારી જમીન પર થયેલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુમારા ગામમાં સરકારી જમીન પર ધાર્મિક હેતુથી થયેલું દબાણ દૂર કરી આશરે ૨૧૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
નરા પોલીસ સ્ટેશન દ્વારા મંગળવાર ૧૩ ઓક્ટોબરના સતાવાર રીતે જાહેર કરાયેલી વિગતો મુજબ, જુમારા ગામમાં સરકારી જમીન પર ધાર્મિક સ્થાનના નામે દબાણ થયું હતું. આ દબાણ પોલીસ અને મહેસૂલ વિભાગની સંયુક્ત કામગીરી દરમિયાન હટાવી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. અહીં દબાણ હેઠળ રહેલી અંદાજે ૨૧૦૦ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જમીનની અંદાજિત કિંમત રૂ. ૪,૨૦,૦૦૦ દર્શાવવામાં આવી છે. આ કામગીરીમાં નરા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એચ.સી. પરમાર તથા દયાપરના મામલતદાર દયાપર અને તેમની સાથેના કર્મચારીઓ જોડાયા હતા.

