રેડિયો બોમ્બ ધમાકા કેસમાં મુખ્ય આરોપીને આજીવન કેદ

કૌટુંબિક દુશ્મનાવટમાં રેડિયો બોમ્બ બનાવી પરિવારને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના કેસમાં બે દાયકે અંજાર કોર્ટનો ચુકાદો

અંજાર ખાતેની અધિક સેશન્સ કોર્ટ દ્વારા જાન્યુઆરી ૨૦૦૬માં નોંધાયેલા ચકચારી રેડિયો બોમ્બ વિસ્ફોટ કેસમાં 96 પાનાંનો મહત્વનો અને ઐતિહાસિક તથા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. અંજારના ચોથા અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ જે. એલ. ચોવટિયાએ આ કેસમાં આરોપી રાપર તાલુકાના ભીમાસર ભૂટકીયાના લવજી સંગ્રામ કોળીને તકસીરવાન ઠેરવી તેને આજીવન કેદની સજા અને 70 હજારનો દંડ ફટકાર્યો છે. કેસના સહ આરોપી રાપર તાલુકાના કીડીયાનગરના વણવીર હરિભાઈ રાઠોડને નિર્દોષ મુક્ત કરાયો છે. જે તે સમયના ભારે ચકચારી એવા આ કેસની પૂર્વ વિગતો મુજબ, આરોપી લવજી સંગ્રામ કોલીના લગ્ન આ કેસના ફરિયાદીની પુત્રી સવિતા સાથે થયા બાદ છૂટાછેડા થયા હતા. જેનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાના ઈરાદાથી એક રેડિયોમાં વિસ્ફોટક પદાર્થ (રેડિયો બોમ્બ) ગોઠવી દીધો હતો. આ રેડિયો ફરિયાદીની વાડીમાં મૂકવામાં આવ્યો હતો.
ફરિયાદીનો પુત્ર મનજી આ રેડિયો ઘરે લઈ આવ્યો હતો. ત્યારબાદ પરિવારે રેડિયો ચાલુ કરતા જ તેમાં ભયાનક ધડાકો થયો હતો. આ વિસ્ફોટમાં ફરિયાદીના પુત્ર શીવા, દીકરી સવિતા, પત્ની રામીબેન, પુત્રી શાંતિબેન, પુત્રવધૂ શાંતિબેન તથા પૌત્ર સુરેશને ગંભીર પ્રકારની જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ ગુનામાં સહ આરોપી વણવીર હરિભાઈ રાઠોડે વિસ્ફોટક ટોટા (સેલ) પૂરા પાડી મદદગારી કરી હતી. તેવા આરોપ સાથે ગુનો દાખલ થયો હતો.
અંજાર સ્થિત અધિક સેશન્સ કોર્ટે વિવિધ પુરાવા અને દલીલો ધ્યાને લઈ આરોપી લવજી સંગ્રામ કોલીને આજીવન કેદની અને 70 હજારના દંડની સજા મંગળવારે સંભળાવી હતી.
ચુકાદામાં IPC કલમ-૩૦૭ હત્યાનો પ્રયાસ બદલ દસ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૨૦,૦૦૦/- નો દંડ. દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદ , એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ ૧૯૦૮ની કલમ-૩ મુજબ આજીવન સખત કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦ નો દંડ. દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદ કરવામાં આવી હતી. ઉપરાંત આરોપીના જામીન રદ કરી તેને તુરંત કસ્ટડીમાં લેવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.
દરમ્યાન અદાલતે માનવતાવાદી અભિગમ દાખવી દંડની કુલ રકમમાંથી ૫૦ ટકા રકમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભોગ બનનારોને આપવાનો હુકમ કર્યો છે. જેમાં આ વિસ્ફોટમાં પોતાની બંને આંખો ગુમાવનાર શીવાભાઈ સામજીભાઈને અડધી રકમ તથા બાકીની રકમ સવિતાબેન સામજીભાઈ અને સુરેશ બચુભાઈને ચૂકવવાનો આદેશ ચુકાદામાં કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. જી. પરમાર દ્વારા કરવામાં આવી હતી. તો કેસની અદાલતી સુનાવણીમાં સરકાર વતી મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર પી. પંડ્યાએ હાજર રહીને દલીલો કરી હતી, જ્યારે લો ઓફિસર મહેફુઝખાન મલેકે સહયોગ આપ્યો હતો.
દરમ્યાન આ કેસમાં સહ આરોપી કીડીયાનગરના વણવીર રાઠોડને નિર્દોષ ઠેરવતો આદેશ કરાયો હતો. વણવીરના વકીલ તરીકે