રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘મારો સંકલ્પ: નશામુક્ત ભારત’ અને નશાબંધી સપ્તાહ-૨૦૨૬ અન્વયે નશાબંધી અને આબકારી વિભાગ, ભુજ દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી ભુજમાં ટેબ્લો સાથેની બાઈક રેલી યોજાઈ હતી. આ રેલીને સાંસદ વિનોદભાઈ ચાવડાએ લીલીઝંડી બતાવી આર.આર. લાલન કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી હમીરસરની પાળ સ્થિત ગાંધી પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી.
સાંસદએ નશામુક્તિ રેલીને પ્રસ્થાન કરાવ્યું

