સેવાસેતુથી લોકો અને તંત્રો વચ્ચે વિશ્વાસ સર્જાય

અંજારમાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ અરજીનો હકારાત્મક નિકાલ

રાજય સરકારનાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બી. છાંગના અઘ્યક્ષ સ્થાને પારદર્શક અને સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાનાં હેતુથી નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો કે જે રાજય સરકારની અમલવારી સાથે સંલગ્ન વિભાગોનાં સ્થાનિક તાલુકાનાં અઘિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોઇ તે ઘ્યાને લઇ આવી રજુઆતોનો સ્થળ ઉ૫ર જ ઉકેલ લાવી શકાય તે માટે વોર્ડ નં.૬ થી ૯ના રહેવાસીઓ માટે “સેવાસેતુ” કાર્યક્રમ અંજાર નગરપાલિકાના મુખ્ય સભાખંડ ખાતે યોજયો હતો.
મંત્રી શ્રી છાંગા અને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરીયાએ સૌને આવકાર્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી વકતવ્ય આપતા મંત્રી ત્રિકમભાઈએ જણાવ્યુ હતુ કે, વિવિધ પ્રકારની રજૂઆતોને એક જ સ્થળે સાંભળવામાં આવે છે અને તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે છે. જેના કારણે શહેરીજનો અને અધિકારીઓ કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે.
કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણીએ અને આભારવિધિ નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ માલસતરએ કરી હતી. હાજર અરજદારોએ પોતાની રજુઆતો અંગે રજીસ્ટ્રેશન ટેબલ ૫ર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નિયત સમય મર્યાદામાં બે વાગ્યા સુઘી કુલ- ૧૧૧ રજુઆત – અરજીનું રજીસ્ટ્રેશન થયુન હતું. રજીસ્ટ્રેશન બાદ તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો હતો. નાયબ કલેકટર સુરેશભાઈ ચૌધરી, મામલતદાર ભગવતીબેન ચાવડા, રાપર તાલુકા ભાજપ સહ પ્રભારી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બલરામ ભાઈ જેઠવા, કાઉન્સિલરો ઉપરાંત શહેર ભાજપ મહીલા મોરચા પ્રમુખ ઇલાબેન ચાવડા, જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ મયુર ખીમજીભાઈ સિંધવ, શહેર ભાજપ મંત્રી જીગરદાન ગઢવી, પૂજાબેન બારમેડા, હિતેનભાઈ હડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નગરપાલિકાના કચેરી અઘિક્ષક રશ્મિન ભીંડે, એકાઉન્ટ નરશીભાઈ દાવા,સેની. ઇન્સ્પેક્ટર જીતુભાઈ જોશી, પાણી પુરવઠા એન્જિનિયર સાવનભાઈ પંડ્યા, ટેક્ષ ઈન્સ્પેકટર પ્રકાશભાઈ રોશિયા, નાયબ મામલતદાર કામિનીબેન ગોસ્વામી, મામલતદાર કચેરી,પી જી વી સી એલ કચેરી, અબર્ન હેલ્થ સેન્ટર, આઈ.સી.ડી.એસ. કચેરીના અંજાર, એસ. ટી. વિભાગ વિગેરે કચેરીના પ્રતિનિધી હાજર રહયા હતા. ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ રશ્મિન ભીંડેના માર્ગદર્શન હેઠળ, નરશી દાવા , ગુંજનભાઈ પંડ્યા, ધવલભાઈ થરાદરા, જયભાઈ ખોડિયાર, નિશાંતભાઈ ગજર, મયુરભાઈ હેરમાં, વિનોદભાઈ શામળિયા,ભારતીબેન બારોટ , હરદેવભાઈ જાગરીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.