પાલારા સેવાશ્રમમાં પિતૃઅર્પણ વિધિમાં મહિલાઓની સહભાગિતા

વિધિવિધાન સાથે ભુદેવોના કાર્યમાં સેવભાવનો ઉમેરો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામદેવ સેવાશ્રમ તથા એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો પાલારા-કચ્છ ખાતે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિમાં અનેક શ્રદ્ધાળુ પરિવારો જોડાઇ રહ્યા છે. દરરોજ વિવિધ મહિલા મંડળો સેવાશ્રમે પહોંચી જઇ વિધિવિધાનમાં જોડાઇ સ્વહસ્તે પિતૃને પાણી અર્પણ કરે છે. કેરા મહિલા મંડળ-કેરા, ભુજના ભવનાથ સત્સંગ મંડળ,જયનગર મહાવીરનગર મહિલા મંડળ, વાલદાસનગર તથા નવી રાવલવાડી મહિલા મંડળ, પરજીયા બ્રહ્મ સમાજ મહિલા મંડળ-માધાપરના સભ્યો સેવાશ્રમ સ્થળે પિતૃ અર્પણની શાસ્ત્રોક્ત વિધિમાં જોડાયા હતા. પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ બંને સેવાશ્રમોની ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. દિપક મારાજ નારાયણ સરોવરવાલાએ શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. શ્રદ્ધા પ્રસંગે મહિલા મંડળોએ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, પંકજ કુરૂવા, દેવેન્દ્ર જીવાણી, દિલીપ લોડાયા તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.