ભુજ લોહાણા મહાજનનું આયોજન, તજજ્ઞ તબીબોએ સેવા આપી
ભુજ લોહાણા મહાજન તથા ભુજ લોહાણા મહાજન આરોગ્ય સમિતિના ઉપક્રમે રવિવારના ભુજમાં રસિકલાલ કરશનદાસ કતીરા પાર્ટી પ્લોટ ખાતે ભાનુકાંતભાઈ લાલજીભાઈ પલણ હોલમાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ એલ. ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કે. કતીરા, મંત્રી કમલભાઈ આર. કારિયા, ખજાનચી હિતેશભાઈ વી. ઠક્કર,ભુજ લોહાણા મહિલા આશ્રમના પ્રમુખ ચેતનભાઈ બારું, આરોગ્ય સમિતિના ચેરમેન ચિંતનભાઈ ઠક્કર, વાઇસ ચેરમેન કિશોરભાઈ ઠક્કર, જનસેવા સમિતિના ચેરમેન રાજુભાઈ ચોથાણી, વાઇસ ચેરમેન વિરેનભાઈ ઠક્કર, મહિલા મંડળના પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, અખિલ કચ્છ મહિલા પાંખના પ્રમુખ પંકજબેન રામાણી તેમજ પબ્લિક રિલેશન ઓફિસર જીતેનભાઈ ઠક્કર સહિતના આ વિધિમાં જોડાયા હતા.
વિવિધ રોગોની તપાસ, નિદાન અને માર્ગદર્શન માટે નિષ્ણાત તબીબોએ નિઃશુલ્ક સેવાઓ આપી હતી. જેમાં ડૉ. દીપભાઈ પવાણી (ઓર્થોપેડિક), ડૉ. કમલ કાવા (એમ.ડી), ડૉ. અરુણશંકર (ઈ.એન.ટી), ડૉ. કરણ પટેલ (યુરોલોજિસ્ટ), ડૉ. હિરેન રાજદેવ (એમ.એસ) દ્વારા સેવા અપાઈ હતી. બ્લડ રિપોર્ટ, ઈ.સી.જી., એક્સ-રે તેમજ જરૂરી દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ આયોજનમાં આયુષ હોસ્પિટલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ભરતભાઈ સુથાર, કશીશબેન, મયુરભાઈ ઠક્કર, રાણાભાઈ મારવાડા, મયૂરીબેન નજાર, ભારતીબેન બગડા, સંઘનાબેન મહેશ્વરી અને અર્ચનાબેન રાઠોડ સહિતના સ્ટાફગણે સેવા આપી હતી.આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનને સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય માટે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. આ વિધિ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પબ્લિકેશન સમિતિના ચેરમેન મીતભાઈ પુજારા, શિક્ષણ સમિતિના સભ્ય ધીરજભાઈ ઠક્કર, હસમુખભાઈ (હકી) ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, ભૂપેન્દ્રભાઈ ઠક્કર, જયસુખભાઈ ઠક્કર, મૂળરાજભાઈ ઠક્કર, મનીષભાઈ પલણ , ગિરધરભાઈ ઠક્કર, વિરાગભાઈ શેઠ,હેમંતભાઈ પલણ, જયેશભાઈ ટી. ઠક્કર, યુવા મંડળના સંગઠન મંત્રી અર્ચિતભાઈ ઠક્કર, સોશિયલ મીડિયા ચેરમેન હીરભાઈ ઠક્કર, હેમિંગભાઈ આઇયા, ખ્યાતિબેન ઠક્કર અને મહેકબેન ઠક્કરના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાજનના સહમંત્રી અલ્પેશભાઈ ચંદે, નવરાત્રી સમિતિના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર, કો-ઓર્ડિનેટર હસમુખભાઈ ભીંડે, જયેશભાઈ કે. ઠક્કર, મહેશભાઈ રાજદેવ, અશોકભાઈ ઠક્કર, તેમજ ભુજ લોહાણા યુવા મંડળના પ્રમુખ નીલભાઈ સચદે અને મંત્રી નમનભાઈ ઠક્કરએ આયોજનને બિરદાવ્યું હતું. સ્વાગત પ્રવચન હિતેશભાઈ ઠક્કર દ્વારા અને સંચાલન કમલભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

