ભુજમાં નોરતામાં ફરી નમો નવરાત્રી મચાવશે ધૂમ

ગુરુવારે સાંસદના હસ્તે કરાશે લોગોનું વિમોચન

ભુજ શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રી દરમ્યાન વ્યવસાયી ગરબીઓના ચોમેર જમાવડા વચ્ચે નિઃશુલ્ક પારંપરિક ગરબીના ક્ષેત્રમાં લોકચાહના સાથે અનેરું સ્થાન ઉભી કરનારી નમો નવરાત્રી આ વખતના નોરતામાં ફરી રંગત જમાવશે. એક વિરામ બાદ આ ગરબી આ વર્ષથી ફરી શરૂ થઈ રહી છે. અગાઉની જેમ આ વર્ષે પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવા સાથે નમો નવરાત્રી ૨૦૨૬ ની ઉજવણી ભવ્યાતિભવ્ય રહેશે. તેવું ગરબી ફરી શરૂ કરવાની વિધિવત ઘોષણા સાથે જણાવાયું છે. આ વર્ષે આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ( ડુમરા ) , રાજપૂત કરણી સેના ગુજરાત , સ્વ નરેન્દ્રસિહ માધવજી જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા, લક્કી ગ્રુપ ભુજ ના સંયુક્ત ઉપક્રમે નમો નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે. જેના લોગોનું અનાવરણ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ગુરુવારે બપોરે ૩:૪૫ કલાકે આશાપુરા મંદિર પરિસર ભુજ ખાતે કરવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યું હતું.