ભુજની ખાણ-ખનિજ કચેરીના IT એક્ઝિક્યુટીવ દ્વારા વચેટિયા આશિષ મારફતે રૂ. 50 હજારની લાંચ સ્વીકારવાના મામલે ACBએ છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે ભુજમાં મુંદરા રોડ પર આવેલા એરોપ્લેન સર્કલ નજીક વચેટિયાને લાંચની રકમ સ્વીકારતા ACB ટીમે ઝડપી પાડ્યો હતો તપાસના આધારે IT એક્ઝિક્યુટીવ જીનીશ આચાર્યને પણ ઝડપી લેવાયો હતો કેસના ફરિયાદીનું રેતીની લિઝનું એકાઉન્ટ અનલોક કરવા રકમ મંગાઈ હોવાના આરોપ સાથે ઝડપાયેલા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે
ભુજમાં ACBની લાંચની ટ્રેપ : ખાણ-ખનિજ કચેરીના IT એક્ઝિક્યુટીવ સામે કાર્યવાહી

