ભુજ તાલુકામાં માનકુવા ખાતે જશ્ને ગૌસે આઝમનો કાર્યક્રમ યોજાયો હતો. શરૂઆત મૌલાના અસ્રારુલ હક પેશ ઈમામ, મસ્જિદે નૂરે કરાવી હતી. મૌલાના કાસીમ પેશ ઇમામ જામા મસ્જિદ દ્વારા નાત-એ-પાક પેશ કરવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા મૌલાના મુસ્તાક હિંગોરા ભુજએ જણાવ્યું હતું કે, આપણે સૌ એક બનીને રહીએ, પરસ્પર મોહબ્બત અને ભાઈચારો જાળવીએ. મુખ્ય આયોજક કુંભાર રમજુ મામદ તથા તેમની ટીમે આયોજન સાંભળ્યું હતું
માનકુવામાં “જશ્ને ગૌસે આઝમ” કાર્યક્રમ

