ભુજમાં ગીત સંગીતનો કાર્યક્રમ

જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ દ્વારા જાયન્ટસ હોલ ખાતે સંગીત સંધ્યા નો કાર્યક્રમ પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ માંડલિયા ના અધ્યક્ષ પદે યોજાયો હતો. દિપ પ્રાગટય તે અને ભુજ ગ્રૂપના પ્રમુખ અભિલાષ મહેતા, દિપક ભટ્ટ, જયસિંહ પરમાર, હર્ષદ સોની , પ્રદીપ જોશી, હેમંત ઠક્કર, તેમજ અરૂણ જોશી દ્વારા કરાયું હતું. ફિલ્મી ગીતો જયાબહેન ઠક્કર, ટીઆના માંડલિયા, રાજેશભાઈ ઠક્કર, વિણાબેન માંડલિયા, શીલાબેન ભટ્ટ, હેમાલીબેન માંડલિયા, દિપક ભટ્ટ, અશોકભાઈ માંડલિયા, કાંતિભાઈ દાવડા, મહેશ ચાવડા, અભિલા મહેતા, ભરત સોની , મેધાબેન દાવડા, જી. આર‌.ગઢવી વગેરેએ રજૂ કર્યા હતા. આભાર વિધી હેમાલીબેન માંડલિયાએ કરી હતી.