ભુજમાં સ્ટેશન રોડ થી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા પરથી માદક પદાર્થ ‘ગાંજા’ના ૧૫૮.૫ ગ્રામ જથ્થા સાથે વિવેક સનાતન બારોટ ઉ.વ.૨૦ , કૈલાસનગર,ભુજને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. માદક પદાર્થ ગાંજા સાથે મોબાઈલ ફોન, રોકડા ૯૨૦, તથા દ્વિચકરી વાહન મળી કુલ્લ ૬૩,૮૪ નો મુદામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી પોલીસ ઇન્સ. એસ.એમ.રાણા, એ.એસ.આઈ. કિશોરસિંહ જાડેજા, ભીમશી ગઢવી, હેડ કોન્સ. મયુરસિંહ જાડેજા, ભરત માજીરાણા, મહાવીરસિંહ જાડેજા, કેતનસિંહ જાડેજા, કોન્સ.નાનુભાઈ કરમટા, માધવસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી. તેવી વિગતો પોલીસ સાધનોએ આપી હતી.
ભુજમાં યુવાન ગાંજાના જથ્થા સાથે પકડાયો

