અંજારના પાંચમા વોર્ડમાં બેઠકમાં માર્ગદર્શન
અંજાર શહેરના વોર્ડ નં. 5 ખાતે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ ભાઈ આચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં શક્તિ કેન્દ્રના પ્રમુખ વિશાલભાઈ તથા શહેર સંગઠનના હોદેદારોની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં બૂથ નં. 228, 231, 232, 234, 235 અને 236ના બૂથ પ્રમુખો સાથે ધવલ આચાર્યે સંગઠનાત્મક ચર્ચા કરી હતી. બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને કાર્યક્ષમ બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા કરી તેમજ આગામી સંગઠનાત્મક કાર્યો અંગે જરૂરી માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું.

