ગોવર્ધન નંદિશાળામા હજાર કિલો શીરો બનાવાયો

ગુરુવારે 800 નંદી મહારાજને શીરાનો પ્રસાદ અપાશે

અંજારની ભાગોળે આવેલી ગોવર્ધન નંદી શાળામાં ગુરુવારે 800 નંદીને શીરાનો પ્રસાદ આપવામાં આવશે. આ માટે અંજારની રામનગર-1 અને રામનગર-2 સોસાયટીના રહેવાસીઓના સહયોગથી આશરે 1000 કિલો ઘઉંના લોટનો શીરો તૈયાર કરવામાં આવી રહ્યો છે. નંદી શાળાના સંયોજક સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્થાનિકો અને સેવાભાવી રસિકો દ્વારા પ્રસાદની તૈયારીઓ ચાલી રહી છે. નંદીઓને શીરાનો પ્રસાદ અર્પણ કરવામાં આવનાર હોવાથી સેવાભાવીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.