નિમણૂક બદલ સન્માન

કચ્છ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં ભુજના રશ્મિકાંત ઠક્કરની નિમણૂક થતા તેમનું સન્માન કરાયું હતું. ભુજની નિશાંત પાર્ક સોસાયટીના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં તેમનું સાંસદ વિનોદભાઈ ચાવડા અને નગરપતિ શીતલભાઈ શાહ તથા સોસાયટીના પ્રમુખ દ્વારા બહુમાન કરાયું હતું.