ભુજમાં મેળાને લઈને માર્ગ નિયમન

ભુજમાં મેળાને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. હમીરસર તળાવ આસપાસના માર્ગો વાહન વ્યવહાર માટે બે દિવસ તા. ૦૩/૦૯/૨૦૨૬ થી તા. ૦૪/૦૯/૨૦૨૬ દરમિયાન બંધ રહેશે. વહીવટી તંત્રે કરેલા આદેશ મુજબ બંધ રહેનાર પ્રતિબંધિત માર્ગો પાટવાડી નાકા / મંગલમ / રઘુવંશીનગર ચાર રસ્તા તરફથી ખેંગાર પાર્ક ચાર રસ્તા થઈ હમીરસર તળાવ તરફ આવતો માર્ગ (ખેંગાર પાર્ક ત્રણ રસ્તાથી બંધ), મંગલમ ચાર રસ્તાથી ઉમેદનગર થઈ લેકવ્યુ હોટલ ચાર રસ્તા તરફ આવતો માર્ગ (ઉમેદનગર પુલિયા પાસેથી બંધ), ટાઉન હોલ તરફથી હમીરસર તળાવ તરફ આવતો માર્ગ (એ-ડિવિઝન પોલીસ સ્ટેશન સામેથી બંધ), ઘનશ્યામનગર તરફથી હમીરસર તળાવ તરફ આવતો માર્ગ (સોમનાથ મંદિર પાછળના ત્રણ રસ્તાથી બંધ), બસ સ્ટેશન તરફથી હમીરસર તળાવ તરફ આવતો માર્ગ (આલ્ફ્રેડ સ્કૂલના મેઈન ગેટ સામેથી બંધ).ઉપલીપાળ તરફથી હમીરસર તળાવ તરફ આવતો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે. વૈકલ્પિક માર્ગો તરીકે પાટવાડી નાકા, મંગલમ કે રઘુવંશીનગર તરફથી આવતા વાહનો મંગલમ ચાર રસ્તા થઈ કોલેજ રોડ તરફ જઈ શકશે. ટાઉન હોલ તરફથી આવતા વાહનો જ્યુબિલી સર્કલ થઈ વી.ડી. હાઈસ્કૂલ માર્ગનો ઉપયોગ કરી શકશે. બસ સ્ટેશન તરફથી હમીરસર તળાવના તરફ જતા વાહનો મહાદેવ નાકાથી ઉપલીપાળ થઈ પાટવાડી ગેટ અથવા ઓપન એર થિયેટર થઈ વી.ડી. હાઈસ્કૂલ માર્ગ તરફ જઈ શકાશે. તેવું જણાવાયું છે.