અણુવ્રત કે 11 નિયમ પુસ્તક પર ચર્ચા

માનવ કલ્યાણ અને નૈતિક જીવનનો માર્ગદર્શક ગ્રંથ

જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના 11મા આચાર્ય, ચિંતક અને સાહિત્યકાર આચાર્ય મહાશ્રમણ જી દ્વારા લિખિત પુસ્તક ‘અણુવ્રત કે 11 નિયમ’ પર એક વિશેષ ચર્ચા પ્રકાશિત કરવામાં આવી છે. ‘આદર્શ સાહિત્ય વિભાગ, જૈન વિશ્વ ભારતી, લાડનૂં’ દ્વારા પ્રકાશિત આ પુસ્તક માનવજીવનને સન્માર્ગે દોરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
આ પુસ્તકમાં આચાર્યએ અણુવ્રતના સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવ્યા છે:આ પુસ્તક કોઈ એક દેશ, સમાજ કે ધર્મ પૂરતું મર્યાદિત નથી. તે સમગ્ર માનવ કલ્યાણ, પ્રકૃતિ, પર્યાવરણ અને જીવજંતુઓ પ્રત્યે દયા, સુધાર અને સંરક્ષણની વાત કરે છે.
અણુવ્રત આચાર સંહિતા આ પુસ્તકમાં પ્રમાણિકતા, નશામુક્તિ, અહિંસા, નૈતિકતા, ઇન્દ્રિય સંયમ અને સંગ્રહ સીમા (પરિગ્રહ પરિમાણ) જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ખાસ કરીને યુવા પેઢીમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવા માટે આ પુસ્તક સચોટ છે. સ્ત્રી કે પુરુષ, કોઈ પણ વયજૂથના લોકો ભેદભાવ વગર આ પુસ્તકનો અભ્યાસ કરીને પોતાના જીવનનું કલ્યાણ સાધી શકે છે. તેવું એક યાદીમાં અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.