મુંદરામાં ઢાબામાં 84 બોટલ પકડાઈ

કબાટના ખાનામાં છુપાવેલા દારૂ સાથે સંચાલક ઝડપાયો

મુંદરા તાલુકામાં હિંદ સર્કલ નજીક મીની પંજાબી ધાબામાં લાકડાના કબાટના ગુપ્ત ખાનામાં સંતાડેલો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળતા સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 84 બોટલ કબજે કરી હતી. મીની પંજાબી ઢાબાના રૂમમાં જસપાલસિંઘ ઉર્ફે મૌમી શીખ દારૂનો જથ્થો ગુપ્ત રીતે રાખી તેનું વેચાણ કરતો હોવાની
બાતમીના આધારે તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન કાઉન્ટર પર હાજર જસપાલસિંઘ ઉર્ફે મૌમી સંપાચસિંઘ શીખ મળી આવ્યો હતો. તો રસોડાની બાજુના રૂમમાં લાકડાના કબાટના ગુપ્ત ખાનામાં તપાસ કરાત 84 બોટલ મળી આવી હતી. તેમ પોલીસે કહ્યું હતું. આ જથ્થો પંજાબના રાજબીરસિંઘ સંપુએ ત્રણ મહિના અગાઉ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.