કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા તાજેતરમાં ભુજ BSF ૧૦૩૩ને દાતાઓના સહયોગથી એરકુલર અર્પણ કરવા સમારોહ યોજાયો હતો.
સમિતિ ના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કારોબારી સભય દિનેશભાઈ મણિલાલ શાહે, જવાનોની સેવાને બિરદાવી જણાવ્યું હતું કે, નિર્મલાબેન વસંતભાઈ મહેતા (બાગ હાલે મુંબઈ), ભાનુબેન મોરારજી છેડા ( કાંડાગરા હાલે મુંબઈ), મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર હસ્તે. ભરતભાઈ સોની માંડવી અને એરિસ્ટો સ્ટીલ પ્રા.લિ. હસ્તે. મોહનભાઈ ગડા ભોજાય હાલે મુંબઈ તરફથી બે-બે એરકુલર માટે યોગદાન મળ્યું હતું. ઓફિસર અજયકુમાર શર્મા, અમિતકુમાર, રાજેન્દ્રકુમાર, અને રાજુભાઈએ આભાર માન્યો હતો
ભુજમા BSFને એરકુલર અર્પણ કરાયા

