આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજને” વિશ્વ સત્સંગ સમ્રાટ * પદવીથી નવાજાયા

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો 

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, ન્યુ જર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સંત સંમેલનમાં આવેલા જગદ્દગુરુ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચળ દેવાચાર્યજી મહારાજ, મહામંડેલેશ્વર પ્રતાપુરીજી મહારાજ – રાજસ્થાન, યોગાચાર્ય અખિલેશદાસજી મહારાજ – હરિદ્વાર, મહામંડેલેશ્વર હરીશચંદ્રપુરીજી મહારાજ તથા બી.એ.પી.એસ સંસ્થાના સંતોની ઉપસ્થિતિમાં આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને વિશ્વ સત્સંગ સમ્રાટ પદવીથી નવાજાયા હતા.
મહોત્સવમાં વૈવિધ્ય પૂર્ણ કાર્યક્રમોમાં શિબિરો, અન્નકૂટ, આરતી, શાકોત્સવ, હિંડોળા ઉત્સવ, ભક્તિ નૃત્યો પાટોત્સવ વિધિ, ભક્તિ સંધ્યા, એકતાયાત્રા, ભગવાનને અભિષેક વિગેરે યોજાયા હતા.
આચાર્ય સ્વામી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, જે દેશમાં રહો તે દેશના નિયમોનું પાલન કરવું જોઈએ. મનુષ્ય સેવા, સત્સંગ, સંસ્કારના આભૂષણથી દીપી ઉઠે છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા,નાઈરોબી, દુબઈ, લંડન, બોલ્ટન વિગેરેના દેશોના હરિભક્તો મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, ન્યુ જર્સીના સભ્યો, હરિભક્તો, બહારના દેશોના હરિભક્તોએ મહોત્સવ – સેવામાં સહકાર આપ્યો હતો.