ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે દવા પણ મફત અપાશે
માંડવી : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાના ઉપક્રમે ગોધરા ગામના શ્રેષ્ઠી સુંદરજીભાઈ લાલજીભાઈ કેશવજીભાઈ ભેદા પરિવાર (જૂહુ – પાર્લા – મુંબઈ – ગોધરા)ના દાનથી ૨૦મી ઓગસ્ટ ગુરુવારના સવારના ૯ થી ૧ વાગ્યા દરમ્યાન, વિવિધલક્ષી હોલ – બી. કે. ભેદા સંકુલ – ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે.સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કારોબારી સભ્ય માંડવીના દિનેશભાઈ શાહે કેમ્પની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં જી. કે. જનરલ હોસ્પિટલ – ભુજના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. વાઈટલ કેર ડેન્ટલ – ભુજના સહકારથી દાંતની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરાશે. કે.સી.આર.સી. અંધજન મંડળ – ભુજના સહકારથી આંખની નિઃશુલ્ક તપાસ કરી અપાશે તેમજ ઓપરેશન લાયક દર્દીઓના આંખના ઓપરેશન ભુજમાં નિઃશુલ્ક કરી અપાશે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તેમજ રામકૃષ્ણ મઠ – ભુજના સહકારથી હોમીયોપેથીક સારવાર, ડોક્ટરરોની ટીમ દ્વારા તપાસ નિઃશુલ્ક કરી અપાશે. હોમીઓપેથીક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. મેડિકલ કેમ્પને મરીન પોલીસ કમાન્ડોના અધિકારીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, મંત્રી સલીમભાઈ ચાકી તથા કારોબારી સભ્ય લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી જહેમત ઉઠાવી રહ્યા છે.

