કારના ચોરખાનામાં લઈ અવાતો 2.88 લાખનો 40 પેટી દારૂ ઝડપાયો

પડોશી રાજ્ય રાજસ્થાનથી યુક્તિપૂર્વક કારમાં ચોરખાનું બનાવીને લઈ અવાતો અંગ્રેજી પ્રકારના દારૂનો જથ્થો પૂર્વ કચ્છ ગાંધીધામ બી. ડિવિઝન પોલીસે પકડી પાડ્યો હતો. ગાંધીધામ શહેરના ગુડ્સ સાઈડ પુલીયા પાસે ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી 2.88 લાખનો આ અંગ્રજી દારૂ દરોડા દરમ્યાન પોલીસને મળી આવ્યો હતો. દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ ​13.48 લાખનો મુદ્દામાલ આ કાર્યવાહીમાં કબજે…

Read Full News

કચ્છી કલાકાર અને મંત્રીની મુલાકાત…..

ગીત અને સંગીતની દુનિયામાં કચ્છની ધરાનું પોતાના સુરથી દેશ-વિદેશમાં નામ ઉજાગર કરનારા લોકગાયિકા ગીતાબેન રબારીએ ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગા સાથે મુલાકાત યોજી હતી. કળા-સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં આવી મુલાકાતો યુવાનો માટે પ્રેરણાદાયી બની રહે છે. તેવું તેમણે જણાવ્યું હતું. આ વેળાએ અગ્રણી જેમલભાઈ રબારી વગેરે સાથે રહ્યા હતા.

Read Full News

શુભેચ્છા મુલાકાત સન્માન….

ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદમાં નિમણૂંક પામનારા અંજાર તાલુકાના નગાવલાડીયા ગામના સરપંચ દેવાઇબેન અરજણ કાનગડએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રીનો આભાર માની શ્રીમતી કાનગડએ તેમનું શુભેચ્છા સન્માન કર્યું હતું. આ પ્રસંગે હર્ષાબેન ઠક્કર સાથે રહ્યા હતા.

Read Full News

બેંકની સેવા સિનિયર ગ્રાહકે બિરદાવી.

સામાન્ય રીતે બેન્ક દ્વારા શ્રેષ્ઠ ગ્રાહકોનું સન્માન કરવામાં આવતું હોય છે પણ ભુજની ભુજ મર્કેન્ટાઇલ બેન્કમાં બેન્કના જ સિનિયર ગ્રાહક રાષ્ટ્રીય એવૉર્ડ વિજેતા શિક્ષક સેવાભાવી મગનભાઈ ઠક્કરે બેન્કના આસીસ્ટન્ટ જનરલ મેનેજર નરેન્દ્રભાઈ શાહનું હોસ્પિટલ રોડ શાખામાં જઈને સન્માન કર્યું હતું. બેન્કના ફાઉન્ડર ચેરમેન CA મહેન્દ્રભાઈ મોરબીઆ અને તેમની ટીમને તેઓએ બિરદાવી હતી બેન્કના AGM હિતેશ…

Read Full News

દેશભક્તિ સાથે કચ્છમાં તિરંગા યાત્રાનો માહોલ છવાયો

17મી સુધી વિવિધ સ્થળે અવિરત રહેશે આયોજન ‘સ્વાતંત્ર્ય સપ્તાહ’ અંતર્ગત લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જાગ્રત થાય તે હેતુથી હર ઘર તિરંગા યાત્રા આજે જિલ્લામાં વિવિધ સ્થળે યોજાઈ હતી. ગુરુવારે અંજાર ખાતે યાત્રા યોજાશે ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી યાત્રા યોજાઈ હતી. યાત્રામાં ભુજ શહેરની સરકારી કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, આર્મી,…

Read Full News

જાગૃતિ રેલી સાથે સઘન આઈ.ઇ. સી. અભિયાનનો જિલ્લામાં ભુજથી પ્રારંભ

જનજાગૃતિ આણવા માટેનો પ્રયાસ કરાયો સઘન આઈ.ઇ.સી. અભિયાન-3.0 અંતર્ગત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજ ખાતે એચ.આઈ.વી. જાગૃતિ રેલી સાથેનો કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય એઇડ્સ અને એસ.ટી.ડી. નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન અભિયાન-3.0 યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જાગૃતિ અને ટેસ્ટિંગ અભિયાનનો પ્રારંભ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ, ભુજ…

Read Full News

ગ્રામ્ય વિસ્તારોના મહત્તમ વિકાસની સાથે પંચાયતો વધુ સક્ષમ બનાવવા નેમ

જયપુરમાં સરપંચ સંઘની રાષ્ટ્રીય બેઠક યોજાઇ જયપુર : રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારીણી બેઠક રાજસ્થાનમાં જયપુર ખાતે રાષ્ટ્રીય સ્તરે યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત,હિમાચલ પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા સહિત વિવિધ રાજ્યોના સરપંચ સંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાયા હતા. ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા…

Read Full News

કચ્છ યુનિ.માં ડૉ. રામ મહત્વના પદે

રસાયણશાસ્ત્રના વડા અને વિજ્ઞાન ફેકલ્ટીના ડીન તરીકે જવાબદારી અપાઈ ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ડૉ. વિજયકુમાર આર. રામની રસાયણશાસ્ત્ર વિભાગના વડા તેમજ વિજ્ઞાન ફેકલ્ટીના ડીન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ડૉ. રામ ૧૫ વર્ષથી વધુનો શિક્ષણ અને સંશોધનનો અનુભવ ધરાવતા શિક્ષણશાસ્ત્રી અને સંશોધક છે. તેઓ વર્ષ ૨૦૧૦થી કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં…

Read Full News

પર્યાવરણ-ઔષધીય વનસ્પતિનું સંવર્ધન દરેક જણની ફરજ

અંજારમાં બ્રહ્મસમજ મહિલા મંડળે કર્યું રોપા વિતરણ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ (પૂર્વ) તથા અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ઔષધી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જડેશ્વર મહાદેવ મંદિર, અંજાર ખાતે યોજાયો હતો . મહિલા મંડળના પ્રમુખ રચનાબેન જોશી તથા તેમની કારોબારીએ આયોજન વ્યવસ્થા સાંભળ્યા હતા. કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના…

Read Full News

ત્રીજા જ દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા ૩૫ લાખ પરત અપાવવામાં સફળતા

નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત બાદ ત્વરિત આદેશથી પોલીસની કામગિરી મુન્દ્રાના વતની આશાબેન સિદ્ધપુરા તેમની સાથે થયેલા રૂ. ૩૫ લાખથી વધારેની રકમના આર્થિક ફ્રોડ અંગે રજૂઆત લઈને પબ્લિક ડે દરમિયાન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જીવનભરની કમાણી આ છેતરપિંડીમાં સાફ થઈ ગયાની આપવીતી તેમણે જણાવતા ત્વરિત એક્શન માટે કડક આદેશો છૂટતા રજૂઆતના ત્રીજા…

Read Full News