ADMIN

મુંદરામાં મની ટ્રાન્સફર એજન્ટ સાથે સાયબર ઠગાઈ

વેપારી પાસે અલગ-અલગ બેંક ખાતામાં 10 ટ્રાન્ઝેક્શન કરાવી લેવાયા મુંદરા બસ સ્ટેશન પાસે મની ટ્રાન્સફર અને ટિકિટ બુકિંગની ઓફીસ ચલાવતા 23 વર્ષીય યુવક સાથે અજાણ્યા શખ્સે છેતરપિંડી કરી રૂ.2.94 લાખ બે અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતાં મુંદરા પોલીસ મથકે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. મુંદરાના નારણ હરીભાઈ ગઢવી ‘જય મોરદાદા ટેલીકોમ એન્ડ ટ્રાવેલ્સ’ નામે…

Read Full News

દરિયાઈ સીમાડે મરીન કમાન્ડોનું સઘન ચેકિંગ

જખૌથી ખીદરત ટાપુ અને ભારતસોલ્ટ સુધી બોટોની તપાસ કચ્છની દરિયાઈ સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ગુરુવારે વિશેષ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ જખૌ સેક્ટરની મરીન કમાન્ડો ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ સાથે બોટ તપાસણી કરાઈ હતી. આ ખાસ ડ્રાઈવ દરમિયાન ખીદરત…

Read Full News

ગાંધીધામના બેઘર પરિવારો માટેની લડતનો સુખદ અંત

આવાસ સહિતની લેખિત ખાતરી બાદ 73માં દિવસે લડત પૂર્ણ સરકારી રાહે હાથ ધરાયેલી દબાણ હટાવ કાર્યવાહીને લઈને બેઘર બનેલા ગાંધીધામના 300 પરિવાર માટેની લડતનો બુધવારે રાત્રે સુખદ અંત આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ઘર અને અન્ય સવલત આપવાની માંગણીઓ સ્વીકારી લેખિત ખાતરી આ માટે અપાતા દિવસો સુધી ચાલેલું આ આંદોલન અંતે પૂર્ણ થયું હતું. ગાંધીધામથી…

Read Full News

ફતેહગઢમાં માલધારી યુવાન પર ફાયરિંગ

ચોરીના ઈરાદે આવેલા બે શખ્સએ ગોળીબાર કરતા યુવાન ઘવાયો રાપર તાલુકાના નાની રવ ગામના માલધારી પરિવાર પર ફતેહગઢ નજીક ભોજનારી ડેમ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે બે અજાણ્યા શખ્સએ ગોળીબાર સહિતનો હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ઘેટાં-બકરાંની ચોકી કરી રહેલા ૩૦ વર્ષિય માલધારી જોગા મમુ રબારી નામના યુવક પર બે અજાણ્યા શખ્સએ…

Read Full News

નિમણૂક બદલ સન્માન

કચ્છ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં ભુજના રશ્મિકાંત ઠક્કરની નિમણૂક થતા તેમનું સન્માન કરાયું હતું. ભુજની નિશાંત પાર્ક સોસાયટીના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં તેમનું સાંસદ વિનોદભાઈ ચાવડા અને નગરપતિ શીતલભાઈ શાહ તથા સોસાયટીના પ્રમુખ દ્વારા બહુમાન કરાયું હતું.

Read Full News

યુવા તપસ્વીઓને પારણા કરાવાયા

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ પરિવાર દ્વારા યુવા તપસ્વીઓની પર્યુષણ પર્વની અઠ્ઠાઈ તપની આરાધના સંપન્ન કરવા બદલ પારણા કરાવાયા હતા. ઉષ્માબેન નીપુલ મહેતાના પુત્રો નીર અને કાવ્ય દ્વારા અઠ્ઠાઈ તપની આરાધના સંપન્ન કરવામાં આવતા સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, દિનેશભાઈ મહેતા, નીલવંતી બેન મહેતા તથા સંસ્થાના કાર્યકરો વિજય મહેતા, પ્રગતિ મહેતા, વિગેરેના હસ્તે તેમને…

Read Full News

બારસો સૂત્ર વહોરાવ્યો.

માંડવી તપગચ્છ જૈન સંઘમાં સંવત્સરીના દિવસે સાધ્વીજીઓને બારસો સૂત્ર વહોરાવવાનો લાભ ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) એ લાભ લીધો હતો. કલ્પસૂરી આરાધના ભવનમાં બારસો સૂત્ર ડગાળા પરિવારના વિરલભાઈ મહેતા ,ભરતભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, પ્રતિકભાઇ મહેતા અને મૈત્રીબેન મહેતાએ વહોરાવ્યો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ…

Read Full News

ગોધરા ગામે શીતલ જલધારાનું ભૂમિ પૂજન

દાતા પરિવારના સહયોગથી સેવાકાર્યની કરાઈ શરૂઆત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતા બ્રહ્મલીન જીણાજી નાથાજી પ્રજાપતિ (મારવાડી ગુરુજીના આશીર્વાદ)ના આર્થિક સહયોગથી શીતલ જલધારાનું ભૂમિ પૂજન કરાયું હતું. આ અગાઉ આ દાતા પરિવાર દ્વારા વર્ષોથી સમગ્ર કચ્છ જિલ્લાના જરૂરતમંદ વિસ્તારના લોકો માટે પાકી જલધારા તેમજ ઘણી જગ્યાએ ઠંડા પાણીના કુલર પણ આપવામાં આવ્યા હોવાનું…

Read Full News

મોદીજીના જન્મદિને આત્મનિર્ભર નારી તરફ આગેકૂચ

ભુજમાં શક્તિ મહિલા સંગઠન દ્વારા ૨૦ સિલાઈ મશીનનું કરાશે વિતરણ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજના શક્તિ મહિલા સંગઠન’ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વિશેષ અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. સંગઠનના સ્થાપક બીના ભાનુશાલી અને ડોલીબેન શાહના નેતૃત્વમાં તા. 17મી સપ્ટેમ્બર ગુરુવારે ૨૦ સિલાઈ મશીન વિતરણ સમારોહ…

Read Full News

કચ્છમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’

વડાપ્રધાનના જન્મદિવસે ગુરુવારે ઉજવણી હેઠળ ઠેરઠેર સામૂહિક દીપ પ્રગટાવાશે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પૈકી તા. ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવારના  જિલ્લાના વિવિધ સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે. જેમાં નાગરિકો સહભાગી થઈને દીપ પ્રગટાવશે. આશીર્વાદનો દીવડો કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા, નગરપાલિકા તથા…

Read Full News