વ્યવસ્થા ભુજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંભાળશે
કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુ ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ ‘આનંદ’ના ૬૯માં જન્મદિવસ પ્રસંગે તા.૧૧-૧૦ રવિવારના સવારના ૭-૩૦ થી ૨ વાગ્યા દરમિયાન માંડવી તાલુકાના દરશડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાશે.
આ રક્તદાન શિબિરની વ્યવસ્થા ભુજની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંભાળશે. આ રક્તદાન શિબિર દાતા સુંદરબેન રતનશી દેવશી ગાલા પરિવાર (હસ્તે. પ્રફુલાબેન રમણીકભાઈ ગાલા પરિવાર (નાના ભાડિયા, તા.માંડવી કચ્છ)ના સૌજન્યથી યોજવામાં આવશે. જ્યારે ભેટના દાતા રસીલાબેન શાંતિલાલ ચનાભાઈ ગાલા પરિવાર (ભોજાય, તા.માંડવી કચ્છ) હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો.દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી/ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં દરશડી અને તેની આજુ-બાજુના ગામોના રક્તદાતા રક્તદાન કરીને પુણ્યનું ભાથું બાંધશે. નામ રજીસ્ટ્રેશન કરવા માટે જયેન્દ્રસિંહ જાડેજા Mo. ૯૮૭૯૬૪૭૭૬૮ અને શ્યામદાન ગઢવી Mo. ૯૫૮૬૨૭૧૯૯૩ નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

