પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળનું આયોજન
ભુજમાં પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષ નિમિત્તે વિષ્ણુ પૂજન સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અને ગીતાજી અધ્યાયના પાઠ પઠન – શ્રવણનો ત્રિવેણી સંગમ સમાન ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષ નિમિત્તે સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ ધાર્મિક આયોજન મુંદરા રિલોકેશન સાઇડ સ્થિત સોમનાથ મહાદેવ તથા બહુચર માતાજી મંદિરના પ્રાંગણમાં કર્યુ હતું.
આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત ભક્તિ યોગ – જ્ઞાન યજ્ઞ યોજાયો હતો. વક્તા તરીકે શાસ્ત્રી સાગર મહારાજે સંગીતની સરવાણી સાથે કથા-પૂજન કરાવ્યા હતા.
શાસ્ત્રી સાગર મહારાજએ ભગવાન વિષ્ણુના ૧૦૦૦ પવિત્ર નામોનું વર્ણન અને આ પાઠ કરવાથી મનની અશાંતિ, ભય અને માનસિક તાણ દૂર થાય છે. તે જીવનમાં સકારાત્મક ઊર્જા, રોગમુક્તિ અને પાપોનો નાશ કરીને પરમ શાંતિ આપે છે .તેમ કહ્યું હતું. મંડળ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં મંડળ ના નિર્મળાબેન બોડા,દિપ્તીબેન, ઉર્મિલાબેન ગોર , કલ્પનાબેન કુસુમબેન, પુષ્પાબેન ચંચળ બેન, મીનાક્ષીબેન, માલતીબેન, હેમલતાબેન જયાબેન સહિતના સભ્યોએ પૂજાનો લાભ લીધો હતો. આયોજનમાં મંડળના પ્રમુખ શિલ્પાબેન ગોર અને મંત્રી મનિષાબેન ગોર સાથે મીતાબેન, રીટા બેન, શીલાબેન, મુકતાબેન, વિજયાબેન, કોમલબેન, નયનાબેન, વીણાબેન, બીનાબેન વગરે વિષ્ણુ આરતીમાં જોડાયા હતા. મંડળના ખજાનચી મીનાક્ષીબેન મોતા સાથે દીનાબેન પૂર્ણિમાબેન દમીબેન કાજલબેન પ્રવિણાબેન જિજ્ઞાબેન ,લતાબેન નિર્મળાબેન હેતલબેન સહિતના જોડાયા હતા.

