દિવાળીના તહેવારોમાં વસ્ત્રો જરૂરતમંદોના દ્વારે જઈ વિતરણ કરશે નવચેતન સંસ્થા
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર-ભુજને તાજેતરમાં રાપર તાલુકાના ફતેહગઢ ગામના વતની અને મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવનાર જૈન દાતા ભાવીનભાઈ ખંડોર ચાર્મી ક્રિએશન-દાદર વાળા તરફથી જરૂરતમંદોને વિતરણ કરવા માટે રૂપિયા પાંચ લાખની કિંમતના બ્રાન્ડેડ વસ્ત્રોનું દાન મળ્યું હતું. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા અને પ્રોજેકટ ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે સંસ્થાની સેવા પ્રવૃતિથી પ્રભાવિત દાતાઓ તરફથી જીવદયા અને માનવ સેવાના કાર્યો માટે વસ્ત્રો તેમજ રોકડના સ્વરૂપમાં અવાર નવાર દાન મળતું રહે છે. તાજેતરમાં વિકાસભાઈ ખંડોરની પ્રેરણાથી ભાવીનભાઈ ખંડોરએ સંસ્થાને રૂપિયા પાંચ લાખના બ્રાન્ડેડ વસ્ત્રો દાનમાં આપ્યા છે. જેનું દિપોત્સવના તહેવારો દરમ્યાન જરૂરતમંદ શ્રમજીવી પરિવારો દર્દીઓ વ્યસ્કો, નીરાધારો દિવ્યાંગો, નાનો કર્મચારી ગણ, વિગેરેમાં વિતરણ કરાશે. વસ્ત્રો દાતા પરિવારે ભારતીબેન વી. મહેતા, વેલજીભાઈ મહેતા, પ્રદિપભાઈ દોશી, શાંતિલાલ મોતા, ઓજશ શેઠ, ભૂપેન્દ્ર શાહ, પૂર્વીબેન નિર્મલ વિગેરેને અર્પણ કર્યા હતા. વિજય મહેતા, ચિંતન મહેતા, ડો. રૂપાલીબેન મોરબીયા, મનીશ મહેતા, વિગેરેએ દાતાનો ઋણ સ્વીકાર કર્યો હતો.

