ભુજ, મુન્દ્રા અને માંડવીના સ્પર્ધકો વિજેતા બન્યા
એન.વી. ઈવેન્ટ્સ અને એન.વી. કરાઓકે સ્ટુડીયો દ્વારા ‘ઓપન કચ્છ કરાઓકે સીંગીંગ કોમ્પીટીશન-૨૦૨૬ની ફાઈનલ માંડવીમાં ટાગોર રંગભવનના પટાંગણમાં યોજયહતી. આ સ્પર્ધામાં માંડવી, મુન્દ્રા, નખત્રાણા, ભુજ, ગાંધીધામ, ઘુડુલી સહિતના ગામોમાંથી ગાયક કલાકારોએ ભાગ લીધો હતો. આયોજક નીરવ શાહ, હર્ષિદાબેન સંઘવી, નિહીતભાઈ ભીંડે અને મીહીરભાઈ શાહના જણાવ્યા મુજબ, ૧૫ વર્ષથી ઉપરના ૬૦ અને ૧૫ વર્ષથી નીચેના ૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સેમી ફાઈનલ માટે ૩૦ સ્પર્ધકોની પસંદગી કરાઈ હતી, જેમાંથી ફાઈનલમાં ૧૫ વર્ષથી ઉપરના ૧૪ અને ૧૫ વર્ષથી નીચેના ૩ સ્પર્ધકો પહોંચ્યા હતા. સ્પર્ધામાં પ્રદીપભાઈ જોશી, નેહાબેન પટેલ, બી.સી. વાઘેલા, માનસીબેન પરમાર, રીમાબેન ભટ્ટ અને ફાલ્ગુનીબેન ભટ્ટે નિર્ણાયક તરીકે સેવા આપી હતી ૧૫ વર્ષથી નીચેની કેટેગરી: પ્રથમ અંતરા આનંદકુમાર ભટ્ટ (ભુજ) દ્વિતીય: નાયરા સોની. તૃતીય: અક્ષીતા ૧૫ વર્ષથી ઉપરની કેટેગરી:પ્રથમ: વરુણ નટરાજ (મુન્દ્રા) દ્વિતીય: જીતાબેન વ્યાસ (માંડવી) તૃતીય: સપનાબેન વર્મા (મુન્દ્રા) વિજેતા થાય હતા. ૧૫ વર્ષથી નીચેની શ્રેણીમાં પ્રથમ વિજેતા બનેલી અંતરા ભટ્ટે આ અગાઉ ૧૧ ઈનામો મેળવેલા છે અને ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ તેમને ‘વોઈસ ઓફ કચ્છ’નો ખિતાબ પણ મળ્યો હતો. ફાઈનલમાં પહોંચેલા ૧૫ વર્ષથી ઉપરના અન્ય ૧૧ સ્પર્ધકો (કોમલ પુરોહિત, દિપ ભટ્ટ, ડો. કુંદન, પ્રિયાંશી, સુરેશચર ગુંસાઈ, ભુપેન્દ્ર જોગી, સંગીતાબેન મહેતા, સાવિત્રીબેન, મેહુલ સોની, ધીરજભાઈ અને કિશોરભાઈ દરજી) ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હર્ષિદાબેન પારસભાઈ સંઘવીએ કર્યું હતું. સાઉન્ડ સેવા ‘જે. જે. સાઉન્ડ માંડવી’ દ્વારા આપવામાં આવી હતી

