અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે દેવળિયા નાકા પાસે તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા મનજીભાઈ આહીરએ દિનદયાલજી ના જીવનનો પરિચય આપતા તેમને એક રાષ્ટ્રપ્રેમી નેતા તરીકે વર્ણવી આજના યુગમાં તેમના જીવનથી પ્રેરણા લઈ યુવાનોને દેશ માટે યોગદાન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાસકપક્ષના નેતા આશિષભાઈ ઉદવાણીએ અને આભારવિધિ ઉપપ્રમુખપરેશભાઈ માલસતરએ કરી હતી.
દિનદયાળજીને શ્રધ્ધાસુમન

