માંડવીની સંસ્થા ‘અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’ને મૂળ માંડવીના હાલમાં મસ્કત-ઓમાન નિવાસી દાતા ટોપરાણી પરિવાર તરફથી રુપિયા ૧,૭૫,૦૦૦નું દાન અપાયું હતું. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણી મારફતે જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી)ને આ માટે રજૂઆત કરી હતી. ચેક સોસાયટીના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ, સંસ્થાના પ્રમુખ તથા ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને સહમંત્રી સુલતાનભાઈ મીરને અર્પણ કર્યા હતો.
મસ્કત-ઓમાન નિવાસી દાતા તરફથી દાન

