મામલતદારની કાર્યવાહી બાદ સ્વેચ્છાએ દબાણ હટાવાતા કબજો તંત્રએ સંભાળ્યો
મુંદરા તાલુકાના સાડાઉ ગામે સરકારી જમીન પર થયેલા વ્યવસાયી દબાણ સામે મહેસૂલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સાડાઉની સર્વે નં. 271ની 2500 ચો.મી. સરકારી જમીન પરના વાણિજ્ય હેતુના દબાણને દૂર કરવા મામલતદાર કચેરી, મુંદરા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સંબંધિત પક્ષકારોને તેમની રજૂઆત કરવાની તક આપવામાં આવ્યા બાદ વાદગ્રસ્ત સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ દબાણની વાણિજ્ય હેતુ માટેની જંત્રી દર મુજબ કુલ કિંમત .33,65,000 હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. મુંદરા મામલતદાર કે.એસ. ગાંદિયાની ટીમ સ્થળ પર હાજર રહી હતી.
મહેસૂલ તંત્રની કાર્યવાહી દરમિયાન દબાણકર્તાઓ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 2500 ચો.મી. જમીનનો કબજો સરકાર વતી લેવામાં આવ્યો હતો.

