દાતા પરિવારના સહયોગથી સેવાકાર્યની કરાઈ શરૂઆત
કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતા બ્રહ્મલીન જીણાજી નાથાજી પ્રજાપતિ (મારવાડી ગુરુજીના આશીર્વાદ)ના આર્થિક સહયોગથી શીતલ જલધારાનું ભૂમિ પૂજન કરાયું હતું. આ અગાઉ આ દાતા પરિવાર દ્વારા વર્ષોથી સમગ્ર કચ્છ જિલ્લાના જરૂરતમંદ વિસ્તારના લોકો માટે પાકી જલધારા તેમજ ઘણી જગ્યાએ ઠંડા પાણીના કુલર પણ આપવામાં આવ્યા હોવાનું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી તેમજ ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા એ જણાવ્યું હતું.
શીતલ જલધારાનું ભૂમિ આચાર્ય હેમાંગભાઈ વેદાંતે વિધિ વિધાન દ્વારા કરાવ્યું હતું. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના કારોબારી સભ્ય અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ, લાયજાના કચ્છી સાહિત્યકાર વિશરામભાઈ ગઢવી, ભગવાનજીભાઈ ઝાલા, ઉષાકાંતભાઈ પંડ્યા, મનુભા ઝાલા, વિવેકભાઈ જોશી, ભગવાનજી કાંયા અને માંડવીના વસંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પૂજન વિધિમાં અનિરુદ્ધસિંહ જાડેજા , હાર્દિક નાઈ, મૂલચંદ ગાલા રાજા તેમજ પૃથ્વીરાજ બારાચે ભાગ લીધો હતો.

