કચ્છની કોમી એકતાની સરાહના કરાઈ
અબડાસા તાલુકાના ડુમરા ગામે આવેલું રહીમશા બાપુ ઉર્ફે ડુમરા પીરનું સ્થાનક સમગ્ર કચ્છમાં કોમી એકતાના પ્રતિક તરીકે ઓળખાય છે આ વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ ભાઈચારાથી એકબીજાના તહેવારો ઉજવે છે . કોમી એકતાના મીસાલરુપ રહીમસા બાપુએ ગાયો માટે શહિંદી વહોરી હતી .
આ દરગાહ અને સ્થળની મુલાકાતે દિપ્તાનંદજી મહારાજ (માંડવી પાતાલેશ્વર મહાદેવ મંદિરના મહંત) ઈદ ના દિવસે આવ્યા હતા. તેમણે કચ્છ ની કોમી એકતાને બીરદાવી સમગ્ર ભારત દેશમાં આવી કોમી સદભાવના રહે તેવી લાગણી વ્યક્ત કરતા નાનકડા ડુમરા ગામની સરાહના કરી હતી . તેમણે ઈદની મુસ્લિમ બિરાદરો ને શુભેચ્છા પાઠવી હતી
આ પ્રસંગે વિઝાણ ગામના વિક્રમસિંહ જાડેજા ( ઉપ પ્રમુખ ભાજપ કીસાનમોર્ચો કચ્છ ), જીતુભા જાડેજા , પ્રવીણ સિંહ સોઢા , વિશાલ ડુડિયા,ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના ચેતન ગોર અને રાજેશ સેવક વગેરે સહિતની હાજરીમાં કચ્છ માં વરસાદ માટે દુવા મંગાઈ હતી.આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પણ હાજરી આપી હતી

